માલી: પશ્ચિમ આફ્રિકી દેશ માલી (Maali) માં વિદ્રોહીઓએ તખ્તાપલટની કોશિશ કરીને રાષ્ટ્રપતિ તથા પ્રધાનમંત્રી બાઉબો સિસેને અટકાયતમાં લઈ લીધા છે. આ ઉપરાંત વિદ્રોહીઓએ સેનાના વરિષ્ઠ અધિકારીઓને પણ બંધક બનાવી લીધા છે. એવા પણ અહેવાલ છે કે રાષ્ટ્રપતિએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધુ છે. આ અગાઉ માલીમાં વિદ્રોહી સૈનિકોએ મંગળવારે રાષ્ટ્રપતિના અંગત નિવાસસ્થાનને ઘેરી લીધુ હતું અને હવામાં ફાયરિંગ કર્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

D614G: મલેશિયાથી મળી આવેલા કોરોનાના નવા સ્વરૂપે ભારતની ચિંતા વધારી!, ખાસ જાણો કારણ 


રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ બાઉબકર કિતા ને પદ પરથી હટાવવાની માગણીને  લઈને અનેક મહિનાથી માલીમાં પ્રદર્શનો ચાલે છે. માલીની જનતા વધતા ભ્રષ્ટાચારને લઈને પણ સરકારથી નારાજ છે. જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી કે વિદ્રોહી સૈનિકોનું નેતૃત્વ કોણ કરી રહ્યું છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યાં મુજબ રાજધાની બમાકો પાસે આવેલા કાટી શહેરમાં ફાયરિંગના પણ અવાજ સંભળાયા છે. બમાકો છાવણીમાં ફેરબાઈ ગયું છે. ભારે સંખ્યામાં સૈનિકો જોવા મળી રહ્યાં છે. જેની આશંકાથી એ વાતને બળ મળે છે કે રાજધાની પર વિદ્રોહી સૈનિકોએ કબ્જો જમાવી લીધો છે. 


Covid-19: બાપરે...ચીનનું આટલું મોટું જૂઠ્ઠાણું? ઘાતક કોરોના પર 8 વર્ષ જૂના રહસ્યનો પર્દાફાશ


તખ્તાપલટની કોશિશ મંગળવારે સવારે બમાકો પાસે એક સૈન્ય શિબિરમાં ફાયરિંગથી થઈ. યુવાઓએ સરકારી ઈમારતમાં આગ લગાવી દીધી. ત્યારબાદથી સરકારથી નારાજ સૈનિકોએ સીનિયર કમાન્ડરોને પણ બંધક બનાવી લીધા. મળતી માહિતી મુજબ વિદ્રોહી સૈનિકોએ રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીને બામાકોમાં કીટાના નિવાસસ્થાનથી અટકાયતમાં લીધા. જ્યારે મોટી સંખ્યામાં લોકો રાષ્ટ્રપતિ ઈબ્રાહીમ બાઉબકર કિતાના વિરોધમાં બમાકોના રસ્તાઓ પર ભેગા થઈ રહ્યાં છે. સ્થિતિની ગંભીરતા જોતા વિદેશી દૂતાવાસોએ પોતાના લોકોને ઘરોમાં રહેવાની સલાહ આપી છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube